કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ

વર્ષ 1984માં પ્રખર સમાજસેવક અને તબીબ ડૉ. વસંત પરીખ તથા સ્વ. રત્નપ્રભાબહેન પરીખના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સ્થાપિત કરુણા સેતુ ટ્રસ્ટ આજે ગુજરાતની અગ્રણી સેવાકીય સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી ટ્રસ્ટ...

admin
admin Chief Editor
Jun 26, 2026 • 9:29 PM | વડનગર, મહેસાણા  3
ગુજરાત
NEWS CARD
Logo
કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ
“કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ”
Favicon
Read more on www.gujarathorizon.com/s/ffb42b
26 Jun 2026
https://www.gujarathorizon.com/s/ffb42b
Copied
કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ


વડનગરમહેસાણા : વર્ષ 1984માં પ્રખર સમાજસેવક અને તબીબ ડૉવસંત પરીખ તથા સ્વરત્નપ્રભાબહેન પરીખના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સ્થાપિત કરુણા સેતુ ટ્રસ્ટ આજે ગુજરાતની અગ્રણી સેવાકીય સંસ્થાઓમાં સ્થાન ધરાવે છેછેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી ટ્રસ્ટ આરોગ્યશિક્ષણવરિષ્ઠ નાગરિકોની સંભાળપર્યાવરણ સંરક્ષણગૌસેવા તથા આપત્તિ રાહત જેવા વિવિધ ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ સેવા આપી રહ્યું છે.

ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાનો છે. “ઝડપી અને સીધી સહાયસંપૂર્ણ પારદર્શિતા અને લાભાર્થી સુધી લાભની સુનિશ્ચિતતા” જેવા મૂલ્યોને કેન્દ્રમાં રાખીને સંસ્થા કાર્યરત છે.

આરોગ્ય ક્ષેત્રે અનોખી પહેલ

કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત પ્રભા હોસ્પિટલ અને વસંત પ્રભા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા હજારો જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહત દરે સારવારદવાઓ અને ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છેખાસ કરીને “કેશ કાઉન્ટર વિના હોસ્પિટલની સંકલ્પના દ્વારા સમાજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી રહી છે.

શિક્ષણ દ્વારા સશક્તિકરણ

ટ્રસ્ટ સંચાલિત ડૉવસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજરત્નપ્રભા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ (સ્કૂલ અને કોલેજ)નર્સિંગ કોલેજ તથા આઇ.ટી.આઇસંસ્થા દ્વારા યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છેઆર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય અને હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છેહાલમાં 400થી વધુ વિદ્યાર્થીઓ છાત્રાલયની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.

માનવતાની સેવા માટે સતત પ્રયત્ન

સંસ્થા દ્વારા નિયમિત રીતે અનાજ વિતરણકપડાં અને ધાબળા વિતરણઆવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ તેમજ અન્નક્ષેત્રનું સંચાલન કરવામાં આવે છેવડનગરમાં સ્વરત્નપ્રભાબહેન પરીખ દ્વારા શરૂ કરાયેલ અન્નક્ષેત્ર આજે પણ સતત કાર્યરત છે અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડે છે.

પર્યાવરણ અને ગૌસેવામાં આગવી ઓળખ

પર્યાવરણ સંરક્ષણ માટે ચેકડેમતળાવો અને બગીચાઓના વિકાસ તેમજ જાળવણી જેવા અનેક કાર્યો કરવામાં આવે છેટ્રસ્ટ સંચાલિત વસંત વગડો હર્બલ બોટાનિકલ ગાર્ડન ઔષધીય વનસ્પતિઓના સંવર્ધન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસ્યું છેસાથે  ગીર ગાયોની સંભાળ રાખતી ગૌશાળા પણ સંચાલિત કરવામાં આવે છે.

આપત્તિના સમયમાં માનવતાનો આધાર

સુનામીભૂકંપપૂર અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ તથા કોરોના મહામારી જેવા સમયમાં કરુણા સેતુ ટ્રસ્ટ સત્તત રાહત પુનર્વસન અને મેડિકલ હેલ્પના કાર્યક્રમોની સક્રિય ભુમિકા ભજવે છે. ટ્રસ્ટ માને છે કે સાચી સેવા  છે જે દુઃખના સમયમાં આશા અને સંબળ પૂરું પાડે.

કરુણાથી સર્જાતો પરિવર્તનનો સેતુ

કરુણા સેતુ ટ્રસ્ટ માટે સેવા માત્ર આંકડાઓ કે નાણાકીય મૂલ્યોથી માપી શકાય તેવી બાબત નથીએક દર્દીને મળેલું સ્વાસ્થ્યએક વિદ્યાર્થીને મળેલું શિક્ષણ અને એક વરિષ્ઠ નાગરિકને મળેલી સંભાળ –   સંસ્થાની સાચી સફળતા છે.

સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત કરુણા સેતુ ટ્રસ્ટ આજે પણ “સત્યપ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે માનવસેવાનો સેતુ બનીને લાખો લોકોના જીવનમાં આશાનું અજવાળું ફેલાવી રહ્યું છે.

www.karunasetutrust.org

 

rss_feed Disclaimer
Story published through syndicated feed.
favorite Follow us for the latest updates:

admin Chief Editor

Digital Archives

Follow Us

Recommended Posts

Popular Tags

home Home amp_stories Web Stories local_fire_department Trending play_circle Videos mark_email_unread Newsletter